Posted by: nehalnidiary | સપ્ટેમ્બર 17, 2011

ફરીથી એકવાર ……

બસ જલદી પાછો આવું છું….નવી વિચારસરણી સાથે…….

નેહલ

Posted by: nehalnidiary | ફેબ્રુવારી 14, 2010

અફાટ માનવ-મહાસાગર

નાનકડી દુનિયા આ…ગોળ- ગોળ આ દુનિયામાં ખોવાયેલા માણસો…ગોળ દુનિયા ના ચોરસ છેડાને શોધવા મથતા માણસ… દરેક માણસ બીજાથી અલગ છે ને એ જ બધાની સમાનતા છે…અલગ વિચારો અલગ મતો અલગ ફિલોસોફી પણ અંત એક જ્…સ્વાર્થ,અહંકાર,પેમ,લાગણી નામની થીયરિથી એક-બીજા સાથે જોડાતા માણસો..સતત કોલાહલની વચ્ચે શાંતિ નામની વસ્તુ માટે અથડાતા માણસો…એ.સીની ઠંડીમાં ડીઓની મહેક પૃસારવીને પોતાના સ્વાર્થમાં ચુસતા ટાઇધારી પ્રાણી સમુ માણસો…

જેનો અંત સમાન છે તો પણ પાપ-પુણ્યના કુરુકક્ષેત્રમાં સોંગઠાની હાર્-જીતથી મિથ્યા ખુશ થતા આપણે….

ઘણીવાર જાણે લાગણીવશ થઇ જવાય કે વિહ્વળ થઇ જવાય ત્યારે લાગે કે શું કામ હું આ સંવેદના ના પ્રવાહમાં તણાઇ જવું છું.અહીં તો human value જેવું કશું નથી..અહીં તો અંગત સ્વાર્થ ના વર્તુળ માં જીવતી જીંદગીઓ છે. ધેરા આકાશ પાછળ છુપાયેલા કાળા વાદળો છે…બહું થોડા વખત પહેલા કોઇ અનુભવીએ મને કહેલું કે “બધું એવુ જ હોય છે” `ને હા એ સાચું જ છે હવે એવું લાગે છે…

પણ જાણવા છ્તાં પણ હું તો સંવેદનાઓથી ઘેરાઇ જવું છું કેમ કે આમ તો રહ્યો હું માનવ્ નામનું પ્રવાહી પ્રાણી….

Posted by: nehalnidiary | ઓગસ્ટ 31, 2009

ભીની નદીના સૂકા કિનારા…

ભીની નદી ની સુકા કિનારા

ખડખડ વહેતી નદી પણ એના કિનારા સુકા આતે કેવું અજબ કહેવાય…આવું કેમ હશે એનો જવાબ ખબર નથી…શું પાણીને ભીનાશ જોડે નિસ્બત ખરી? શુ સંબધ ને લાગણીઓ જોડે નિસ્બત ખરી? શું દોસ્તી ને પરસ્પરતા જોડે નિસ્બત ખરી?
જીંદગી એક અજીબ કોયડો છે અને માણસ સંબધ નામના પરિસરમાં ગુંચવાયેલું વર્તુળકાર ફરતું જીવડું છે. પ્રેમ,અહંકાર,સ્વાર્થ આ રમતના પેદા છે.પરસ્પરની હોડ આપણે એક વિચિત્ર અંત તરફ લઇ આવે છે ને ત્યારે કશુંક ગુમવાનો રંજ કશું મળ્યાનો આનંદ કરતા વધું હોય છે…દુર ખરી પડતા તારા ની માફક્…

Posted by: nehalnidiary | ઓગસ્ટ 18, 2009

ધુધવાટ

ઝણઝણાટ…કકળાટ…ઉકાળાટ…ચારેબાજુ મારફાડ…ડગલે ને પગલે ચિંતા..દૂર પંખીના માળામાં ફફડાટ…વંટોળ આવવનો ભય..ગરમીથી મરવાનો ભય…શ્વાસ પછી ઉચ્છવાસ..પાંદડા ખરવાનો ભય…ને મ્રુત્યુ પછી જીવવાનો ભય..અનાજ દળવાનો અવાજ…ઘંટી ફરવાનો અવાજ્..વેદના યાતના અથડાવાનો અવાજ્…

Posted by: nehalnidiary | ઓગસ્ટ 18, 2009

કાશ એવું હોત…

જો કદાચ હું પ્રવાહી હોત તો પાણીની જેમ વહી જાત,જો કદાચ હું વાયુ હોત તો હવાની જેમ પ્રસરી જાત,
પણ હું તો રહ્યો માનવ નામનો નકકર ઘન પદાર્થ જે એક જ જ્ગ્યાએ રહ્યી જાય છે…

Posted by: nehalnidiary | ઓગસ્ટ 15, 2009

ફરી એક વાર …

ખૂબ લાંબ સમય પછી એક વાર બ્લોગ લખુ છું. આજે છે 15મી ઓગસ્ટ.સ્વતંત્ર ભારત નો દિવસ. પણ જાણે આ વખતે કાંઇ ખબર જ ના હોય એમ હું સુતો રહ્યો. આપણી મિડીયા પણ આ વખતે બહુ સક્રિય નથી…બધા swine-flue વિશે ચિંતાગ્ર્સ્ત છે ને ખરેખર સાચી વાત પણ છે..પણ આ લોકો એની પાછળ જ પડી ગયા છે…મારા મત પ્રમાણે વગર swine-flue ભારત દેશમાં મરતા લોકોની સંખ્યા ખુબ જ વધારે છે..જે રોજીંદી ધટના છે પણ કોઇ એના વિશે ધ્યાન પણ નથી આપતું..
આપણે લોકો કોઇ વસ્તુ વિશે ત્યારે જ જાગ્રુત થઇ છે જ્યારે તે દેશના cream વર્ગને અસર કરે છે. 26/11 ના હુમલામાં લોકો તાજ ને ઓબેરોય માં મ્રુત્યુ પામેલા વિશે વાત કરે છે પણ કોઇ VT સ્ટેશન પર મ્રુત્યુ પામેલા વિશે વિચારતું પણ નથી..એક સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે આપણે આપના દેશ વિશે ક્દી વફાદાર રહ્યા જ નથી..મારા એક મિત્રના કહેવા મુજબ “આપણા દેશમાં ઇમાનદાર એ જ છે જેને બેઇમાની કરવાનો મોકો નથી મળતો.” જો કોઇવાર શાંતિથી વિચારિયે ઘણી વખત આખો દેશ ભગવાન ભરોસે ચાલે છે.

Posted by: nehalnidiary | ફેબ્રુવારી 23, 2009

ગુચડું…..

સહન કરતા રહો જ્યાં સુધી જીવ છે. માનસિક શાંતિએ સહનશક્તિની કસોટી છે..દરરોજ સવાર એક નવી સમસ્યા સાથે ઉગે છે અને એનો અંત એક નવી તક છે એવું માનીને ચાલીયે છે,પણ શું ખરેખર દરેક સમસ્યા એ આવતી નવી તકની નિશાની છે ? જ્યારે સહનશક્તિની હદ તૂટે છે ત્યારે અંદર રહેલો માણસ પણ તૂટે છે ને પ્રાણી બને છે. ઢચુંપચું થતી જીવનની ગાડી ઉપરથી તૂટેલા રસ્તાઓ..ક્ષીતીજને પામવાની ખેવનાઓ અને સૂરજ સાથે બાથ ભીડવાના સમણાઓ…..અને આ બધાની આંટી ધૂંટી વચ્ચે પિસાતી સમસ્યાથી તરબોળ જીંદગીઓ..માણસોના અફાટ મહાસાગરમાં દરરોજ વલાયકાર ઘૂમતી જીંદગીઓ…

Posted by: nehalnidiary | જાન્યુઆરી 25, 2009

Achieve your childhood dreams

    ગયા અઠવાડિયે ત્રણ નવી ધટનઓ એક સાથે બની ગયી..અને હું એક નવી દિશા તરફ વિચારવા લાગ્યો છું..

    પ્રથમ મને randy paush વિશે ખબર પડી… engineering ના મક્કા ગણાતા  carnegie mellon university(CMU) ના પ્રોફેસેરે આપેલા લેક્ચર  “how to achieve your childhood dreams ” (તમારા બાળસ્વપનો ને સાકાર કેવી રીતે કરશો ?)ની વિડીયો જોઇ..બસ જાણે કે એ video જોયા પછી એમ લાગ્યું કે બસ જાણે કે હજું સુધી પોતાના સ્વપ્નો વિશે વિચાર્યું નથી…રેન્ડી ને 10 કેન્સર હતા અને એને  માત્ર 6 મહિના  જ જીઁદગીના બાકી હતા ત્યારે આ લેક્ચર આપ્યું હતું..બસ એ જોતા એમ જ લાગે કે રાજેશ ખન્નાનું આનંદ ફીલ્મ અથવા તો હમણા જ આવેલ દસ વિરાનીયા ફીલ્મ live જોઇ રહ્યા છે..ખરેખર જોવા જેવી વિડીયો….

    ત્યાર પછીની બીજી ધટનામાં મારા ખાસ એવા મિત્રે મને “સાગર પંખી ” પુસ્તક સરપ્રાઇઝ ગીફ્ટ મોકલ્યું …અને મેં ફરી એક વખત એ વાંચવાનો અને એની પાછળ છુપાયેલી સરળ છતાં ગૂઢ ફિલસુફી સમજવાનો પ્રયત્ન કર્યો.. ઓરીજિનલ Jonathan Livigstone Seagull બુકનું ગુજારાતી માં અનુવાદ કરીને મીરાંબેન ભટ્ટે ગુજરાતીઓને આપેલી અમુલ્ય ભેટ છે..ખરેખર આપજાત પર વિચારવા મજબૂર કરી નાખશે…

    અને એ પછી ત્રીજી ધટના એકાએક જ Ayn Rand ની The fountainhead વાંચવાની ઇચ્છા થઇ અને એની પાછળ છુપાયેલી એવી theory of objectivism..આમ તો ખુબ જ કોમ્પ્લેક્ષ ફિલસુફીછે ને કદાચ મને સમજતા દાયકાઓ વિતી જશે..પણ પ્રયત્ન કરવા જેવો..

    પણ આ બધું એક જ વસ્તુનો નિર્દેશ કરે છે જીંદગી એક ચોક્કસ મક્સદ માટે બની છે અને એ જરુરી નથી કે દરેક માણસ મહાન માણસ બને.. માણસ પોતાની જાતમાં જ મહાન છે આપણી હરિફાઇ આપણી જાત જોડે છે …બાકી તો જીંદગી એક wasted interest છે જો આપણે આપના માટે ન જીવ્યા તો.. મોત એક નિશ્ચીત ધટના છે અને એ ઘટ્ના પહેલાની અંતિમ ક્ષણ એવી હોવી જોઇએ કે કશું કરીયા નો આનંદ હોય્.એમ નહિ કે સપના ને વિચારો હદયમાં જ રહ્યી જાય ને સ્વર્ગે સીધાવીયે..

    આજે વાત કરેલી દરેક  વાતની link

    randy1Randy Pausch Last Lecture: Achieving Your Childhood Dreams

    jonathan_livingston_seagull_figure1સાગરપંખી:મીરા ભટ્ટ (Jonathan Livigstone Seagull)
    the_fountainhead1 The fountainhead:Ayn Rand (Theory of Objectivism)

Posted by: nehalnidiary | સપ્ટેમ્બર 3, 2008

“એ જીંદગી ગલે લગાલે “

ઢળતી સાંજ ના બેનુર અંધારામાં ખીચુડ ખીચુડ ચાલતી તમારી જીંદગી મકસદ મેહતા.સિગારેટ ના ધુમાડા શરીરના દરેક ભાગમાંથી બહાર નીકળી રહ્યા છે ને તમારી જાત આવી ગર્દીશી જીંદગી સાથે રોજ લડી રહ્યી છે. અને આજે એકાએક ચાલતા ચાલતા તમારી નજર એક દેહાક્રુતિ પર સ્થિર થઇ ગયી ને તમને વાંચા હોય એવુ લાગ્યું

વાંચા હા વાંચા તમારી કોલેજ કાળની પ્રેમિકા ને જીવનસંગીની….કોલેજના ચાર વર્ષ તમે એક સાથે વિતાવ્યા ને તમારી પ્રેમ કહાની હર કોઇ જાણતું હતું. કોઇને સ્વપનેય ખ્યાલ ન હતો કે તમારા જેવા શાંત અને ગભીંર વ્યકિત ને વાંચા જેવી બોલકણી અને મજાકીયા કીસમની છોકરી પસંદ પડી જશે આ તો પ્રથમ વર્ષમાં લેબમાં પ્રેક્ટિલ કરતી વખતે આંખો થી આંખો નું મળવું ને તમારી પ્રેમ કહાની શરુઆત.ને ખરા શબ્દોમાં તમારા બન્ને ના ઘરે પણ આ વાતની ખબર પડી ગયી અને વાત બન્ને પરિવાર ને મંજુર હતી કારણકે કદાચ પૈસેટકે તમાર બન્નેનું ખાનદાન મધ્યમ વર્ગીય હતું અને તમે બન્ને બ્રાહ્મણ.  કિંતુ તમે નક્કી કરેલું કે તમે આગળ ભણશો અને એ વાત પર વાંચા પણ સંમત હતી ને તે તમારી કહેતી કે “તારું નામ મક્સદ છે ને તારે તો ખુબ આગળ વધવાનું છે.” ને બસ પછી તો તમે વધુ ભણવા પુને ચાલ્યા ગયા ને વાંચાને તમારી કોલેજ માં લેક્ચરર ની જોબ મળી ગયી.
તમારું  M.B.A ખતમ થવા આવી હતું.તમારા પરિવારજણોએ આ 15મી ઓગસ્ટે તમારી સગાઇ વાંચા સાથે નક્કી કરી હતી.ને એ માટે વાંચા તમારા માટે ખરીદી કરવા નીકળી અનેક સપના આંખોમાં લઇને…ને એકાએક સમગ્ર વિશ્વ સમાચારથી ખળભળી ઉઠ્યું કે અમદાવાદમાં 22 બોમ્બ બ્લાસ્ટ થયા છે ને જે બસમાં વાંચા તમારા માટે ખરીદી કરવા નીકળી તે બસ પણ બ્લાસ્ટ થી ભુકે ભુકા થઇ ગયી છે ને તમે વાંચાને ગુમાવી બેઠા…ત્યારથી તમે જીંદગી પ્ર્ત્યેનો રસ ગુમાવી બેઠા છો ને માત્ર તમારા પરિવાર માટે જીવો છો..તમે અવાર નવાર ઉપરવાળને પ્રશ્ન પૂછો કે “આવું નિર્દોષો સાથે જ કેમ ?”

ને આજે ફરી એકવાર આ દેહાક્રુતિને જોઇને વાંચાની સ્મ્રુતિ તમારા માનસપટ પર આવી ગયી…પણ કદાચ તમે એ વાતથી અંજાણ છો કે મકસદ કે આ સ્ત્રીની પીડા તમારા કરતા બમણી છે કારણકે જે દિવસે તે માતા બની એ દિવસે એનો પતિ વાંચાની બાજુની સીટ પર બેઠો હતો..તમે માત્ર કોઇને ગુમાવાનો રંજ અનુભવો છો પણ આ સ્ત્રી કોઇને મેળવી ને (બાળક) કોઇને ગુમાવવાનો રંજ અનુભવી રહ્યી છે..જે કદાચ તમારી કલ્પનાની બહાર હશે..અને આજે ડોક્ટરે આપેલો રીપોર્ટ તમે ખોલશો તો ખબર પડશે કે તમે બ્લડ-કેંસરથી પીડાવો છે ને આ 15મી ઓગ્સ્ટ તમારા માટે છેલ્લે તારીખ છે..જો કદાચ આજે વાચા જીવતી હોતતો તે પણ આ સ્ત્રી જેવી જ વેદના અનુભવત…

ને તમે પાછળ વાગતું ગીત સાંભળી રહ્યા “એ જીંદગી ગલે લગાલે “

Older Posts »

શ્રેણીઓ